COLLECTED WORK OF MAHATMA GANDHIના નામે ગાંધીજીના સમગ્ર જીવનને સંકલિત કરી પ્રકાશિત કરવાનો શ્રેય શ્રી પી. એમ. લાડને જાય છે. મોરારજી દેસાઈના અધ્યક્ષપણા હેઠળ આ ભગીરથ કાર્ય થયું હતું.
ભારતના
રાષ્ટ્રપિતા અને દેશની આઝાદીમાં
અનન્ય ફાળો આપનારા તેમજ સમગ્ર
જીવન દરમિયાન અનેક કાર્યોમાં
યોગદાન આપનારા બાપુને આપણે
બહુ જ મર્યાદીત ક્ષેત્રમાં
જાણીએ છીએ.
ગાંધીજીના
જીવન વિશે ઊંડાણ પુર્વક અભ્યાસ
કરનારા લોકો માટે ગાંધીજી
જેટલા આત્મીય અને રસપ્રદ છે
એટલા આપણા જેવા સામાન્ય લોકો
માટે કદાચ નહિ હોય.
અત્યાર
સુધી ગાંધીજી પર અનેક પુસ્તકો
લખાયા છે અને હજી પણ લખાતા
રહેશે.
ભારતની
મોટાભાગની ભાષાઓ ઉપરાંત
વિશ્વની અનેક ભાષાઓમાં ગાંધીજી
અંગે પુસ્તકો જોવા મળે છે.
જો
કે આ બધામાં પુસ્તકોની સાથે સાથે ગાંધીજીના સમગ્ર
જીવનને આવરી લેતો એક અનેરો
ગ્રંથ તૈયાર કરાયો છે. આ
ગ્રંથ એટલે “ગાંધીજીનો
અક્ષર દેહ”.
મુળ
આ ગ્રંથને અંગ્રેજીમાં COLLECTED
WORK OF MAHATMA GANDHI નામે
સંકલિત કરવામાં આવ્યો હતો.
જેને
ગુજરાતીમાં “ગાંધીજીનો
અક્ષર દેહ”ના
નામથી પ્રકાશિત કરવામાં આવ્યો
છે.
સ્વભાવિક
છે કે ગાંધીજીના સમગ્ર જીવનને
આવરી લેવાનું હોય તો ગ્રંથ
દળદાર જ બને,
તેમ
આ ગ્રંથ લગભગ 100 જેટલા
ભાગમાં પુસ્તક શ્રેણીરૂપે
પ્રકાશિત કરાયો છે.
“ગાંધીજીના અક્ષર દેહ”માં
બાપુના લખાણો,
પત્રો,
અને
ભાષણોને સમાવવામાં આવ્યાં
છે.
ઉપરાંત
તેમણે કરેલા કાર્યો અંગે અન્ય
દ્વારા લખાયેલા પ્રમાણભૂત
લખાણોને પણ સમાવી લેવાયાં
છે.
તેમના
જાહેર જીવનના 1884
થી
1948 સુધીના
ગાળાને આ ગ્રંથમાં આવરી લેવાયો
છે.
ગાંધીજીની
આત્મકથા બાદ સૌથી વધારે રસપ્રદ
ગાંધીજીનો અક્ષર દેહ છે.
ગાંધીજીએ
તેમના જાહેર જીવનમાં લખેલા
અનેક પત્રો,
લખાણો
અને ભાષણો વિશ્વમાં અનેક
જગ્યાએ અને ખાસ કરીને ભારત,
આફ્રિકા
અને ઈંગ્લેન્ડમાં વિખરાયેલા
પડ્યાં હતાં.
આ
બધાને એકઠા કરી,
તેમને
સંકલિત કરીને ગ્રંથ બનાવાનું
ભગીરથ કાર્ય ભારત સરકારના તે
સમયના માહિતી અને રેડિયો ખાતાએ
કર્યું હતું.
આ
અદભૂત કાર્યનું શ્રેય તે સમયના
માહિતી અને રેડિયો ખાતાના
મંત્રી શ્રી પી.
એમ.
લાડને
જાય છે.
વર્ષો
સુધી ચાલનારા તેમજ આટલા વિશાળ કામને સરળ રીતે પાર પાડી શકાય
તે માટે એક સમિતિની રચના કરવામાં આવી
હતી.
તેના અધ્યક્ષ પદે મોરારજી દેસાઈ
હતા. ઉપરાંત કાકાસાહેબ કાલેલકર,
દેવદાસ
ગાંધી,
પ્યારેલાલ
નય્યર,
મગનભાઈ
પ્ર.
દેસાઈ,
જી.
રામચંદ્રન,
શ્રીમન્નારાયણ,
જીવણજી
ડા.
દેસાઈ
અને પી.
એમ.
લાડને
આ સમિતિના સભ્યો તરીકે નિમવામા આવ્યા હતાં.
ગાંધીજીના
જીવન તેમ જ કાર્યની સાથે ગાઢ
રીતે સંકળાયેલા લોકોની સલાહ
અને તેમના અનુભવોનો લાભ મળે
તે હેતુથી આ પ્રતિનિધિમંડળની
રચના કરવામાં આવી હતી.
ભારત
સરકારે આ વિશાળ કાર્યને યોજનાનું
સ્વરૂપ જ આપી દીધું હતું.
તત્કાલિન
વડાપ્રધાન જવાહરલાલ નહેરુના
શાસનકાળ દરમિયાન આ યોજના
ફેબ્રુઆરી 1956માં
શરૂ કરવામાં આવી હતી.
વાંચવામાં
સહેલું લાગે એટલું આ કાર્ય
સરળ ન હતું.
ગાંધીજીના
લખાણો ત્રણ ભાષામાં હતા ગુજરાતી,
હિંદી
અને અંગ્રેજી.
આ
ત્રણેય ભાષાઓમાંથી અનુવાદ
કરવાનો હતો તેમજ લખાણમાં
એકધારાપણું જાળવવાનું હતું.
આ
બાબતને ધ્યાન પર રાખીને અનુવાદ
કરવા માટે અનુભવી અનુવાદકોને
પસંદ કરવામાં આવ્યા હતાં.
લખાણો
લેખો,
ભાષણો,
નોંધો,
પત્રો,
અરજીઓ,
મુસદ્દા સ્વરૂપે હતાં તેમને પુસ્તકના
રૂપમાં ઢાળતાં અસલને જાળવી
રાખવાનું પણ ધ્યાનમાં રાખવામાં
આવ્યું હતું,
બીજી
તરફ આ પુસ્તક શ્રેણીને વિશિષ્ટ
રીતે તૈયાર કરવામાં આવી છે.
ગાંધીજી
કોઈ વિષય કે મુદ્દાની ચર્ચા
એક જ સમયગાળામાં ક્યાંક કોઈ
લેખ કે ભાષણમાં કરતા.
ઉપરાંત
તેમણે લખેલા પત્રમાં પણ આ
વિષયની ચર્ચા જોવા મળતી.
તેથી
પુસ્તક શ્રેણીમાં કૃત્રિમતા
ન આવે એટલે બધી સામગ્રીની
ગોઠવણી કાળક્રમને ધ્યાનમાં
રાખીને એકસાથે જ કરવામાં આવી
છે.
કોઈપણ
એક તારીખના લેખ,
ભાષણ
તથા પત્રને એકસાથે રાખવામાં
આવ્યાં છે.
જુદાજુદા
વર્ગની સામગ્રીને અલગ અલગ
રીતે ગોઠવીને શ્રેણીબદ્ધ
રીતે પ્રગટ કરવામાં આવી નથી.
દા.ત.
ગાંધીજીએ
આપેલા ભાષણોનું એક પુસ્તક કે
તેમણે લખેલા લેખોનું એક પુસ્તક.
આ
પ્રકારની રીતને અવગણવામાં
આવી હતી.
જો
આ રીતને અનુસરી હોત તો કદાચ
ગાંધીજીના જીવનના એક જ સમયગાળાને
સમજવો મુશ્કેલ થઈ પડ્યો હોત.
“ગાંધીજીનો
અક્ષર દેહ”
ગાંધીજીના 60
વર્ષના
જાહેર જીવનને સમાવી લેતો ગ્રંથ
છે.
વાંચવામાં
સમય અને ધીરજ માગી લેતો હોવાછતાં
આ ગ્રંથ રસપ્રદ છે.
કોઈપણ
ભાગથી વાંચવાનું શરૂ કરો તો
પણ કંટાળાજનક કે સાતત્ય તૂટતું
હોય તેવું લાગતું નથી.
ગાંધીજીના
જીવનનો સરળ અને ઊંડાણપૂર્વકનો
ખ્યાલ મેળવવા માટે આ ગ્રંથ
વાંચવો જ રહ્યો.