Showing posts with label Haider. Show all posts
Showing posts with label Haider. Show all posts

Tuesday, 14 October 2014

કાશ્મિરના લોકોમાં આર્મી અને પેરામિલિટરી ફોર્સ સામે કેમ રોષ ફાટી નિકળ્યો.

કેટલાક એવા વિવાદાસ્પદ બનાવો અને નિર્દોષ લોકોના મોત, પાકિસ્તાન, સ્વતંત્રતા માગતા જેહાદી સંગઠનો આ બધાને કારણે કાશ્મિરમાં ભારત વિરોધી વલણ ફેલાયું.
Photo courtesy: www.rediff.com

કાશ્મિરમાં આર્મી તથા પેરામિલિટરી ફોર્સ સામે લોકોના વિરોધ માટે દેખીતી રીતે બે કારણો જવાબદાર છે તેમાં પહેલું કારણ સતત અલગતાવાદી સંગઠનો દ્વારા યુવાનોની ભારત વિરૂદ્ધ કરવામાં આવી રહેલી ઉશ્કેરણી અને બીજું આર્મી તથા પેરામિલિટરી ફોર્સ દ્વારા AFSPA હેઠળ કરવામાં આવેલી વિવાદાસ્પદ કામગીરી છે. 1990 બાદ કાશ્મિરમાં કેટલીક એવી ઘટનાઓ બની જેમાં કથિત રીતે લશ્કરી કાર્યવાહીમાં નિર્દોષ લોકોનાં મોત થયાં. રેપ અને લોકો ગુમ થવાના બનાવો તથા ક્રકેડાઉન અને કર્ફ્યુને કારણે કાશ્મિરમાં સતત આર્મી સામે રોષ વધતો ગયો. ઓછામાં પુરું આવી ઘટનાઓ અલગતાવાદી સંગઠનો માટે ફાયદારૂપ સાબિત થઈ અને ભારત તથા ખાસ કરીને આર્મી સામે લોકોને ઉશ્કેરવા માટે આવા બનાવોનો ઉપયોગ અલગતાવાદી સંગઠનો દ્વારા કરવામાં આવ્યો. બીજી તરફ AFSPA લાગુ હોવાથી આર્મીના જવાનો સામે તપાસ પણ થઈ શકે નહીં. આવી બધી બાબતોને કારણે લોકો સતત આર્મી વિરોધી અને અંતે ભારત વિરોધી વલણમાં ઘસડાતા ગયા.
આવા જ કેટલાક બનાવો જેના કારણે AFSPA અળખાણો બન્યો અને આર્મી સામે જમ્મુ-કાશ્મિરના લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો.
1.   
  •   ગાવાકાદલ હત્યાકાંડ, 20 જાન્યુઆરી 1990ના રોજ પ્રદર્શન કરી રહેલા ટોળાએ સીઆરપીએફના જવાનો સામે પથ્થરમારો કર્યો, જવાબમાં સીઆરપીએફના જવાનોએ ગોળીબાર કરતાં 35 લોકોનાં મોત થયાં, પાછળથી આ આંકડો વધીને 50 થયો. જો કે બચી ગયેલા લોકોના કહેવા પ્રમાણે કથિત રીતે આ આંકડો 280નો હતો.
  •   ઝકુરા, ટેંગપૂરા હત્યાકાંડ, કાશ્મિર વેલીમાં 1 માર્ચ, 1990ના રોજ યુ.એન. રિઝોલ્યૂશન અંતર્ગત કાશ્મિરના ભવિષ્ય અંગે સર્વમત્ત લેવાની માગણી સાથે પ્રદર્શન કરી રહેલા અને શ્રીનગર તરફ  માર્ચ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર આર્મી દ્વારા થયેલા ગોળીબારમાં 47 લોકોના મોત થયાં.
  •  કુનાન પોશપોરાનો બનાવ, 23 ફેબ્રુઆરી 1923ના રોજ જમ્મુ-કાશ્મિરના કુપવારા જિલ્લાના
    www.swadeshnews.com
    કુનાન પોશપોરા ગામમાં ભારતીય આર્મી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ સર્ચ ઓપરેશન દરમિયાન કથિત રીતે ભારતીય આર્મી દ્વારા તે રાત્રે 53 મહિલાઓ પર ગેંગરેપ કરવાના આરોપ લાગ્યા. જો કે કેટલાક માનવ અધિકાર સંગઠનો દ્વારા આ સંખ્યા 100 જેટલી હોવાનું કહેવામાં આવે છે. જો કે આ મામલે થયેલી તપાસમાં આ આરોપો પાયાવિહોણા હોવાનું જણાવામાં આવ્યું.
  •  લાલ ચોકનો બનાવ, આશરે 11:30 pm, 9 એપ્રિલ 1993ના રોજ BSF દ્વારા શ્રીનગરના લાલ ચોકમાં સનાતન ધર્મ સભા નામનો બેઝ ખાલી કરી દેવામાં આવ્યો. 10 એપ્રિલના રોજ સનાતન ધર્મ સભા કે બેઝ કેમ્પ હતો તેમાં આગ લાગી, આ આગ આજુબાજુના બિલ્ડિંગ્સમાં પણ ફેલાવાની શરૂઆત થઈ. BSFના જવાનો ત્યાં આવ્યાં અને કથિત રીતે પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળીબાર કર્યો, જેથી આગમાં ફસાયેલા લોકો બહાર ના નિકળી શકે, ઘણાં લોકોએ પાછળ આવેલી જેલમ નદીમાંથી થઈને ભાગવાનો પ્રયત્ન કર્યો, કથિત રીતે BSFના 20 થી 30 જવાનોએ શિકારામાં બેસીને ભાગવાનો પ્રયત્ન કરનાર લોકો પર ગોળીબાર કર્યો. આ બનાવમાં 59 ઘર, 190 નાની દુકાનો, 59 સ્ટોર્સ, 2 ઓફિસ બિલ્ડિંગ્સ, 5 કોમર્શિયલ બિલ્ડિગ્સ અને 2 સ્કુલો બળીને ખાખ થઈ ગઈ. જ્યારે અંદાજે 125 જેટલા લોકોનાં મોત થયાં.
  •  બીજબેહરા હત્યાકાંડ, 1993, ઓક્ટોબરમાં આતંકવાદીઓ બીજબેહરમાં આવેલી હજરતબાલ મસ્જિદમાં છુપાયેલા હોવાની માહિતી મળતાં આર્મીએ મસ્જિદને ઘેરી લીધી, મસ્જિદના ઘેરાવાના આઠમા દિવસે જામિયા મસ્જિદમાં 10000 જેટલા લોકો ભેગા થયાં અને શુક્રવારની નમાજ બાદ તેઓ શેરીઓમાં આઝાદીના સ્લોગન સાથે તથા હજરતબાલ મસ્જિદમાંથી આર્મીને હટી જવાની માગ સાથે પ્રદર્શન શરૂ કર્યા. જેમાં ટોળાને કાબુમાં લેવા માટે કરવામાં આવેલા ફાયરિંગમાં 51 લોકોના મોત થયાં.
  • સોપોર હત્યાકાંડ, સોપોર બારામુલ્લા જિલ્લાનું મોટું ગામ છે અને વ્યાપારિક દ્રષ્ટિએ મહત્વનું છે. 6 જાન્યુઆરી, 1993ના રોજ JKLFના આતંકવાદીઓએ સોપોર નજીક આવેલા બાબા યુસુફ લેન પર ફરજ બજાવતા BSFના જવાનો પર હુમલો કર્યો જેમાં 1 જવાન શહિદ થયો. ત્યારબાદ કથિત રીતે આર્મીએ ત્યાંના લોકો પર ફાયરીંગ કર્યું અને ઘરોને સળગાવી નાખ્યાં. જેમાં કથિત રીતે 55 લોકોના મોત થયાં. ભારતીય સરકારના અધિકારીક રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 250 દુકાનો અને 50 ઘર સળગાવાયાં હતાં, જો કે કેટલાક લોકોનું કહેવું છે કે આ આંકડો 450 જેટલો હતો.
આ ઉપરાંત અન્ય બીજા બનાવો જેવા કે 2006માં દુધીપુરામાં આતંકવાદીઓ સામેના ક્રોસ ફાયરીંગમાં 3 ક્રિકેટ રમતા છોકરાઓના મોત થયાં જેના કારણે કાશ્મિરમાં મોટા પ્રમાણમાં પ્રદર્શનો થયાં, 2009 શોપીયન રેપ અને મર્ડર કેસ, બારામુલ્લા કિલીંગ 2009, ખાઈગામ કિલીંગ 2009, રામબાન ફાયરીંગ વગેરે જેવી ઘટનાઓએ આર્મી સામેની નફરતમાં વધારો કર્યો.
ઉપરાંત અલગતાવાદી સંગઠનોએ આવા બનાવો બાદ કાશ્મિરી યુવકોમાં ભારત વિરૂદ્ધ ઝેર ફેલાવાનું શરૂ કર્યું, પાકિસ્તાને પણ લાગ જોઈને અલગતાવાદીઓને મદદ કરવાનું શરૂ કર્યું. ઘણા પ્રદર્શનો તો અલગતાવાદી સંગઠનો પ્રેરીત હોવાનું પણ કહેવામાં આવ્યું. આ બધી ઘટનાઓના કારણે કાશ્મિરની પ્રજામાં ભારતીય આર્મી અને AFSPA સામે વિરોધનો વંટોળ શરૂ થયો. આર્મી હટાવી લેવાની માંગ સાથે ભારતથી આઝાદ થવા માટે સર્વમતની માગણીઓ શરૂ થઈ. પાકિસ્તાન અને ચીન સાથે સરહદ મળતી હોવાના કારણે કાશ્મિરમાંથી સૈન્ય હટાવી શકાય તેવી કોઈ શક્યતા નથી. ઉપરાંત વારંવારની માગ છતાં AFSPAને હટાવી લેવા તથા તેમાં ફેરફાર કરવા માટે કોઈ ચર્ચા વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી નથી. છાશવારે પાકિસ્તાન તરફથી સરહદ પારથી થતા ગોળીબારો અને અલગતાવાદીઓ સ્પોન્સર્ડ પ્રદર્શનો તથા કર્ફ્યુને શાંતિ સમજીને જીવનારી પ્રજાની લાગણીઓ તથા દુ:ખનો અંદાજ કદાચ આપણા માટે મુશ્કેલ છે. આપણે કાશ્મિર એટલે પર્યટન, શિકારા, જેલમ, દાલ લેક, બર્ફ અને હિમાલય આથી વધારે જાણવાની તસ્દી લેતા નથી. ટ્રાફિક પોલીસ દ્વારા માગવામાં આવતા ડ્રાયવિંગ લાયસન્સ બતાવતી વખતે પણ પાંચ વગદાર લોકોને ફોન કરીને રોફ જમાવનારા આપણને કદાચ આપણી હયાતી અને નાગરીકત્વનો પૂરાવો ગણાતા ઓળખપત્ર લઈને સતત ફરવાનું નહીં સમજાય.



 

Wednesday, 8 October 2014

ગુમથનારા લોકોનો પ્રદેશ





માસ ગ્રેવ્સ અને હાફ વિડોનું ઓળખ ધરાવતુ અલગ કાશ્મિર જેને સ્વર્ગ સાથે કોઈ નાતો નથી.

 

હાલમાં કાશ્મિર બે બાબતોને લઈને ફરી ચર્ચામાં આવ્યું છે. પહેલી પાકિસ્તાન દ્વારા સરહદ પર થઈ રહેલા સતત ગોળીબાર અને બીજી વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘હૈદર’. દર વર્ષે મોટાભાગે શિયાળાની શરૂઆત પહેલા ઘુસણખોરીને અંજામ આપવા માટે પાકિસ્તાન તરફથી આ સમયગાળા દ્વારા ગોળીબારની ઘટનાઓ વધારો થતો હોય છે. આ જ સમયે વિશાલ ભારદ્વાજની ફિલ્મ પણ રજુ થઈ. આપણે અહીં ફિલ્મના વિવેચનમાં પડવા નથી માંગતા. ફિલ્મ સારી છે કે ખરાબ તે દરેક વ્યક્તિની પસંદગી પર આધાર રાખે છે. આ ફિલ્મ કાશ્મિરની વાદીઓ અને લેકથી ક્યાંય દુર લઈ જાય છે. માત્ર સુંદરતા અને સ્વર્ગના પર્યાય તરીકે કાશ્મિરને જોનારા લોકોને તે ત્યાંના લોકોની દરરોજની જિંદગી, સંઘર્ષ, પીડા, રોષ, નિ:સહાયતા અને સામાન્ય માણસ કેવી રીતે જીવન વ્યતિત કરે છે તેના પર પ્રકાશ પાડે છે. આ કારણે હાલ ઘણી જગ્યાએ આ ફિલ્મનો વિરોધ પણ શરૂ થયો છે. વિશાલ ભારદ્વાજે આપેલા એક ઈન્ચર્વ્યુમાં કહ્યું છે કે જો આ જ કાશ્મિર યુરોપના દેશમાં હોત તો તેના પર 200થી વધારે ફિલ્મો બની ચુકી હોત.
Photo courtesy: missingblog,net
કશ્મિરની સમસ્યાની શરૂઆત તો ભારત આઝાદ થયું ત્યારથી જ થઈ ચુકી હતી. ભારત અને પાકિસ્તાન બંને કાશ્મિર મામલે નમતું જોખવા માટે તૈયાર નથી. બીજી તરફ અલગતાવાદી જૂથો પોતાની માંગ સાથે યુવકોને ભડકાવી અને કાશ્મિરમાં અશાંતિ ફેલાવવાનું કાર્ય કરે છે. એક તરફ પાકિસ્તાન સ્પોનર્સ્ડ જૂથો છે તો બીજી તરફ ભારતીય આર્મી. આ બંનેની વચ્ચે પ્રજા પિસાય રહી છે. કાશ્મિરમાં બળવાખોરીની શરૂઆત 1988ની ચુંટણી બાદ વધી. આ બળવાખોરીને ડામવા માટે ભારત તરફથી લેવાયેલાં મિલિટરી એક્શનને કારણે અત્યાર સુધીમાં(અલ જજીરાની વેબસાઈના દાવા પ્રમાણે) 60000 થી 70000 લોકોનાં મોત થયાં છે. જેમાં સામાન્ય લોકો, પોલીસ અને આર્મ ફોર્સીસના જવાનો તથા આતંકવાદીઓનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં કાશ્મિરમાં વિશ્વમાં સૌથી વધારે આર્મી મેન ધરાવતો પ્રદેશ છે(most militarised place).
કાશ્મિરમાં ગોળીબાર અને સરહદ વિવાદ કરતાં સૌથી મોટો પ્રશ્ન લોકોના ગુમ થવાનો છે. જેના પર ભાગ્યેજ ભારતીય મિડીયામાં રિપોર્ટીંગ થયેલું છે. આપણે માત્ર સરહદ પરના ગોળીબાર તથા જમ્મુ-કાશ્મિરમાં થયેલા આતંકવાદી હુમલાઓના સમાચારો જ જોવા મળ્યા છે. જો કે હવે દેશના અન્ય ભાગોમાં આતંકવાદી હુમલાઓ થયા બાદ કાશ્મિરમાં થતા હુમલાઓને ગૌણ માનવામાં આવી રહ્યાં છે. જેથી હવે ત્યાં થતા નાના આતંકવાદી હુમલાઓનું રિપોર્ટીંગ પણ થતું નથી. કાશ્મિરમાં 2009 સુધીમાં IPTK(International people’s Tribunal on Human Rights and Justice in Indian administered Kashmir)ના રિપોર્ટ મુજબ 8000 થી વધુ લોકો ગુમ થયાં છે. જેના અંગે કોઈ જ ખુલાસો કરવામાં આવ્યો નથી. આર્મી અને જમ્મુ કાશ્મિર પોલીસ આ આંકડાને ખોટો ઠરાવી રહી છે. જ્યારે આપણા જ ઘરમાંથી કોઈ વ્યક્તિને ગુમ થઈ જાય કે ક્રેકડાઉન સમયે તેને લઈ જવામાં આવે અને ત્યારબાદ તેનો કોઈ જ પત્તો ના મળે તો ?
ગુમ થયા બાદ તે વ્યક્તિ ક્યાં છે તેના અંગે કોઈ જ માહિતી આપવામાં આવતી નથી. ત્યાંના લોકોનું માનીએ તો ભારતીય ફોર્સ અને તેના દ્વારા બનાવવામાં આવેલી કાઉન્ટર ઈન્સર્જન્સી ફોર્સ દ્વારા લોકોને શકના આધારે ઉઠાવીને લઈ જવામાં આવે છે. પબ્લીક સેફ્ટી એક્ટ (PSA) અને AFSPA (Armed Force special Power Act) ભારતીય આર્મીને લીગલ ઈમ્યુનીટી આપે છે. જેથી શકના આધારે કરાયેલી કોઈપણ કાર્યવાહી સામે આર્મી જવાનો સામે લીગલ કાર્યવાહી થઈ શકે નહી. આવી રીતે ગુમ થયેલા લોકોના પરિવારજનો પર આતંકવાદીનું લેબલ લાગી જાય છે. યુવાન દિકરો ગુમાવનાર માતાપિતા, નાની વયે પિતા ગુમાવનાર પુત્ર, પતિ કે ભાઈ ગુમાવનાર સ્ત્રીની માનસિક હાલત, પરિસ્થિતી, વેદના કાશ્મિર બહારના લોકો માટે સમજવી સહેલી નથી. એક સમય એવો હતો જ્યારે વર્ષમાં મહિનાઓ સુધી કર્ફ્યુ, ગામમાં ગમે ત્યારે ક્રેકડાઉન આખો દિવસ ચાલે, બધા લોકો જોડે ઓળખ કાર્ડ ફરજીયાત હોવા જ જોઈએ નહીં તો સરહદ પારનો ગણીને મિલિટરી કેમ્પ કે જેલમાં જવાનો વારો આવે, ક્રેકડાઉન સમયે ગામના દરેક વ્યક્તિએ ચોકમાં હાજર થવાનું અને લાઈનમાં ઊભા રહીને પોતાની ઓળખ આપવાની રહે. રાત્રીના 2 વાગ્યે પણ આરામથી કોઈ જ પ્રકારના ચેકિંગ વિના ફરનારા આપણે, દિવસ દરમ્યાન પણ કિલોમિટર્સના અંતરે થતા મિલિટરી ચેકિંગ અને સામાન્ય લોકોની હાડમારીને આપણ કદાચ ના સમજાય. એમાં પણ જો કોઈ વ્યક્તિ પર શક જાય તો તેની અટકાયત તાત્કાલિક અસરથી જ કરી લેવામાં આવે અને ત્યારબાદ કદાચ તેનો કોઈ પત્તો પણ ન લાગે. AI (Amnesty International)ના દાવા પ્રમાણે સેંક્ડો લોકોને કોઈપણ ચાર્જ કે ટ્રાયલ વિના કેદ કરી રખાયાં છે. AIના દાવા પ્રમાણે છેલ્લા બે દાયકામાં 8000 થી 20000 લોકોની આવી રીતે અટકાયત કરવામાં આવી છે.
Photo courtesy: greaterkashmir,com
કાશ્મિરમાં એક શબ્દ ખુબ પ્રખ્યાત છે, ‘Half Widow’ અડધી વિધવા. એવી સ્ત્રી કે જેનો પતિ ગુમ થયો છે અને તેના અંગે કોઈ જ માહિતી નથી. આ સૌથી ખરાબ માનસિક હાલત ઊભી કરનારી પરિસ્થિતી છે. આવી પરિસ્થિતીમાં તે બીજા લગ્ન પણ ના કરી શકે. તેના પતિની મિલકત પણ તેને વારસામાં ન મળે. ઉપરાંત તેને કોઈ વિધવા તરીકે પણ સ્વીકારવા તૈયાર ન થાય. આવી જ સ્થિતીમાં જ તેમણે જીવન પસાર કરવું પડે છે. ગુમ થયેલા લોકોના પરિવારો લાંબા સમયે હતાશા તથા સાયકોલોજીકલ બીમારીના ભોગ બને છે.
બીજો એક શબ્દ છે ‘માસ ગ્રેવ્સ’ સામુહિલ કબરો, IPTKના અહેવાલ પ્રમાણે 2003 થી 2009 વચ્ચે આવી 2700 કબરો મળી આવી હતી. આ એવી કબરો છે જેમાં દફનાવાયેલા લોકો કોણ છે તેનો કોઈ પત્તો નથી હોતો. પોલીસ આવી કબરોને આતંકવાદીઓને દફનાવ્યા હોવાનું જણાવે છે જ્યારે હ્યુમન રાઈટ્સ સંગઠનો આવી માસ ગ્રેવ્સને ગુમ થયેલા લોકોને અહીં દફનાવાયેલા હોવાનું જણાવે છે. આવી દોઝખ ભરી પરિસ્થિતીમાં ધરતી પરના સ્વર્ગમાં રહેનારા લોકો જીવે છે.
કાશ્મિરને માત્ર બર્ફ, સ્વર્ગ, હિમાલય, વાદીઓ, લેક, શિકારા, પર્યટન વગેરે શબ્દોથી જોનારા લોકોની આંખ ઉઘાડતી ફિલ્મ વિશાલ ભારદ્વાજે બનાવી છે. માત્ર બોલીવુડની રોમેન્ટીક ફિલ્મોમાં ફિલ્મવાયેલું દ્રશ્ય જ કાશ્મિર નથી. તેને અેલગ નજરથી જોવાનો પ્રયાસ પણ કરવો પડે.

15. તમે શું રે કરશો મોલ : લૉક-ડાઉનનાં પ્રણયગીતો

અધુરી આશમાં ઊઘડેલી આંખો ને એમાંથી મંડાતી મીટ વર્ષોની અતૃપ્ત જાગેલી ઝંખનામાં બચેલાં સપનાંના  તમે શું રે કરશો મોલ? ઉંબરની વચ્ચ...