સામા મળ્યાના સમ છે, વ્હાલમ તમને સામા મળ્યાના સમ છે
અમથી આંખિયું ક્યાં મળી, જાણે જાત આખે આખી કળી
આવતા ના ઓરા, વ્હાલમ તમને આઘા ઊભવાના સમ છે.
સામા મળ્યાના...
ઊતરતી કોતરોને અણદેખી કરી, પગરવથી કરી અમે કેડી
મારગે બાંધતા ના ઓડા, વ્હાલમ તમને આડા ફરવાના સમ છે.
સામા મળ્યાના...
નદીના નીરમાં જાતને ઝંબોળી, હૈયાંની કરી તી તે દી હેલી
પ્રણયમાં ના પાડતાં પગલાં, વ્હાલમ તમને પાદરની પ્રિત્યુના સમ છે.
સામા મળ્યાના...
પછવાડે જાણે ગામને ઉભાડી, ઓસરીમાં એ દી ઓચિંતી મળી
હવે હૈયેના ધ્રાસ્કો પાડતા, વ્હાલમ તમને ડરવાના સમ છે.
સામા મળ્યાના…
મેળે મેં તો હૈયું થંભાવી, ખુદને મેં તુજમાં ખંખોળી
હવે જાતા ના પંડને જાણવા, વ્હાલમ તમને પાછા મળવાના સમ છે.
સામા મળ્યાના સમ છે, વ્હાલમ તમને સામા મળ્યાના સમ છે
*************************************************************
No comments:
Post a Comment