નદીની ભાગોળે પાંગરેલી આપણી પ્રિતડી
હવે મારગના વળાંકે મળે તો કેવું સારું?
હાથમાં હાથ નાખી સીમાડે બેસતાં
ખુલ્લે પગે ધૂળમાં પગલાં પાડતાં
ભરબપોરે વાતોની ગોફણો છૂટતી
સંતાતી, છુપાતી સાંજ આવતી લપાતી.
ખાલીખમ હાથોના સ્પર્શે દીધેલી આણો
હવે મેંદીના રંગે સાચી પડે તો કેવું સારું?
ઝાંઝરના અવાજે હૈયાં ઝણઝણતાં
ડેલી ખોલીને પછી દલડાં ડોકાતાં
ફળિયેથી એવી તે નજરું લંબાતી
અંતરને વછોવીને કાળજે કંડરાતી
પરભવમાં પામવાના દીધેલા કોલ
આ ભવે જ સાચા પડે તો કેવું સારું?
**************************************
No comments:
Post a Comment