સૂરજ ક્યાં આથમે છે?
એતો સંધ્યાને ખિલવવા ડૂબે છે.
ભરબપોરે તપતો સૂરજ
સાંજે શાંત પડી ક્ષિતિજોને ગળે મળે છે.
દિનભર દોટ મૂકતો દિનકર
આકાશને રંગવા અસ્તિત્વ હોડમાં મૂકે છે.
માથાભારે મિહિર પણ
ચાંદનીના પ્રેમમાં અંધકારને શરણે પડે છે
ચાંદ-ચાંદનીના પ્રણયની ઇર્ષામાં
દિવાકર પણ દિવસને છોડી રાતને આગોશમાં લે છે.
સાંજ એ સૂરજનું આથમવું જ નથી
ખિલવું, મળવું, રંગવું, અને ગળવું પણ છે.
No comments:
Post a Comment