યૌવનના છલકાતા વૈભવે આપણે મળ્યાં,
પહોંચી વસંતની પાસે, અમે પાછાં વળ્યાં.
ફાગણની ફોરમની જેમ જોબન ઉછળ્યાં,
વૈશાખી વાયરે હૈયાં દઝાડી, અમે પાછાં વળ્યાં
સંતાતી રાતોમાં અમે એકમેકને જડ્યાં
ઉગતા પ્રભાતે પહોંચી, અમે પાછાં વળ્યાં
ખળખળતી નદીના કાંઠે યૌવન ઉગ્યાં,
તરસ્યા સીમાડાઓની સંગે, અમે પાછાં વળ્યાં
ઊભા તા ઓરડા સાવ ખાલીખમ એકલા
મારગનો સાથ લઈ, અમે પાછાં વળ્યાં
***************************************
No comments:
Post a Comment