માસ ગ્રેવ્સ અને હાફ વિડોનું ઓળખ ધરાવતુ અલગ કાશ્મિર જેને સ્વર્ગ સાથે
કોઈ નાતો નથી.
હાલમાં કાશ્મિર બે બાબતોને લઈને ફરી ચર્ચામાં આવ્યું છે. પહેલી
પાકિસ્તાન દ્વારા સરહદ પર થઈ રહેલા સતત ગોળીબાર અને બીજી વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘હૈદર’. દર વર્ષે મોટાભાગે
શિયાળાની શરૂઆત પહેલા ઘુસણખોરીને અંજામ આપવા માટે પાકિસ્તાન તરફથી આ સમયગાળા
દ્વારા ગોળીબારની ઘટનાઓ વધારો થતો હોય છે. આ જ સમયે વિશાલ ભારદ્વાજની ફિલ્મ પણ રજુ
થઈ. આપણે અહીં ફિલ્મના વિવેચનમાં પડવા નથી માંગતા. ફિલ્મ સારી છે કે ખરાબ તે દરેક
વ્યક્તિની પસંદગી પર આધાર રાખે છે. આ ફિલ્મ કાશ્મિરની વાદીઓ અને લેકથી ક્યાંય દુર
લઈ જાય છે. માત્ર સુંદરતા અને સ્વર્ગના પર્યાય તરીકે કાશ્મિરને જોનારા લોકોને તે
ત્યાંના લોકોની દરરોજની જિંદગી, સંઘર્ષ, પીડા, રોષ, નિ:સહાયતા અને સામાન્ય માણસ
કેવી રીતે જીવન વ્યતિત કરે છે તેના પર પ્રકાશ પાડે છે. આ કારણે હાલ ઘણી જગ્યાએ આ
ફિલ્મનો વિરોધ પણ શરૂ થયો છે. વિશાલ ભારદ્વાજે આપેલા એક ઈન્ચર્વ્યુમાં કહ્યું છે
કે જો આ જ કાશ્મિર યુરોપના દેશમાં હોત તો તેના પર 200થી વધારે ફિલ્મો બની ચુકી
હોત.
Photo courtesy: missingblog,net |
કશ્મિરની સમસ્યાની શરૂઆત તો ભારત આઝાદ થયું
ત્યારથી જ થઈ ચુકી હતી. ભારત અને પાકિસ્તાન બંને કાશ્મિર મામલે નમતું જોખવા માટે
તૈયાર નથી. બીજી તરફ અલગતાવાદી જૂથો પોતાની માંગ સાથે યુવકોને ભડકાવી અને કાશ્મિરમાં
અશાંતિ ફેલાવવાનું કાર્ય કરે છે. એક તરફ પાકિસ્તાન સ્પોનર્સ્ડ જૂથો છે તો બીજી તરફ
ભારતીય આર્મી. આ બંનેની વચ્ચે પ્રજા પિસાય રહી છે. કાશ્મિરમાં બળવાખોરીની શરૂઆત
1988ની ચુંટણી બાદ વધી. આ બળવાખોરીને ડામવા માટે ભારત તરફથી લેવાયેલાં મિલિટરી
એક્શનને કારણે અત્યાર સુધીમાં(અલ જજીરાની વેબસાઈના દાવા પ્રમાણે) 60000 થી 70000
લોકોનાં મોત થયાં છે. જેમાં સામાન્ય લોકો, પોલીસ અને આર્મ ફોર્સીસના જવાનો તથા આતંકવાદીઓનો
સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં કાશ્મિરમાં વિશ્વમાં સૌથી વધારે આર્મી મેન ધરાવતો
પ્રદેશ છે(most militarised place).
કાશ્મિરમાં ગોળીબાર અને સરહદ વિવાદ કરતાં
સૌથી મોટો પ્રશ્ન લોકોના ગુમ થવાનો છે. જેના પર ભાગ્યેજ ભારતીય મિડીયામાં રિપોર્ટીંગ
થયેલું છે. આપણે માત્ર સરહદ પરના ગોળીબાર તથા જમ્મુ-કાશ્મિરમાં થયેલા આતંકવાદી
હુમલાઓના સમાચારો જ જોવા મળ્યા છે. જો કે હવે દેશના અન્ય ભાગોમાં આતંકવાદી હુમલાઓ
થયા બાદ કાશ્મિરમાં થતા હુમલાઓને ગૌણ માનવામાં આવી રહ્યાં છે. જેથી હવે ત્યાં થતા
નાના આતંકવાદી હુમલાઓનું રિપોર્ટીંગ પણ થતું નથી. કાશ્મિરમાં 2009 સુધીમાં IPTK(International people’s Tribunal on Human Rights
and Justice in Indian administered Kashmir)ના રિપોર્ટ મુજબ 8000 થી વધુ લોકો ગુમ થયાં છે. જેના
અંગે કોઈ જ ખુલાસો કરવામાં આવ્યો નથી. આર્મી અને જમ્મુ કાશ્મિર પોલીસ આ આંકડાને
ખોટો ઠરાવી રહી છે. જ્યારે આપણા જ ઘરમાંથી કોઈ વ્યક્તિને ગુમ થઈ જાય કે ક્રેકડાઉન
સમયે તેને લઈ જવામાં આવે અને ત્યારબાદ તેનો કોઈ જ પત્તો ના મળે તો ?
ગુમ થયા બાદ તે વ્યક્તિ ક્યાં છે તેના અંગે
કોઈ જ માહિતી આપવામાં આવતી નથી. ત્યાંના લોકોનું માનીએ તો ભારતીય ફોર્સ અને તેના
દ્વારા બનાવવામાં આવેલી કાઉન્ટર ઈન્સર્જન્સી ફોર્સ દ્વારા લોકોને શકના આધારે ઉઠાવીને
લઈ જવામાં આવે છે. પબ્લીક સેફ્ટી એક્ટ (PSA) અને AFSPA (Armed Force special Power Act) ભારતીય આર્મીને લીગલ ઈમ્યુનીટી આપે છે. જેથી શકના આધારે
કરાયેલી કોઈપણ કાર્યવાહી સામે આર્મી જવાનો સામે લીગલ કાર્યવાહી થઈ શકે નહી. આવી
રીતે ગુમ થયેલા લોકોના પરિવારજનો પર આતંકવાદીનું લેબલ લાગી જાય છે. યુવાન દિકરો
ગુમાવનાર માતાપિતા, નાની વયે પિતા ગુમાવનાર પુત્ર, પતિ કે ભાઈ ગુમાવનાર સ્ત્રીની
માનસિક હાલત, પરિસ્થિતી, વેદના કાશ્મિર બહારના લોકો માટે સમજવી સહેલી નથી. એક સમય
એવો હતો જ્યારે વર્ષમાં મહિનાઓ સુધી કર્ફ્યુ, ગામમાં ગમે ત્યારે ક્રેકડાઉન આખો
દિવસ ચાલે, બધા લોકો જોડે ઓળખ કાર્ડ ફરજીયાત હોવા જ જોઈએ નહીં તો સરહદ પારનો ગણીને
મિલિટરી કેમ્પ કે જેલમાં જવાનો વારો આવે, ક્રેકડાઉન સમયે ગામના દરેક વ્યક્તિએ
ચોકમાં હાજર થવાનું અને લાઈનમાં ઊભા રહીને પોતાની ઓળખ આપવાની રહે. રાત્રીના 2
વાગ્યે પણ આરામથી કોઈ જ પ્રકારના ચેકિંગ વિના ફરનારા આપણે, દિવસ દરમ્યાન પણ
કિલોમિટર્સના અંતરે થતા મિલિટરી ચેકિંગ અને સામાન્ય લોકોની હાડમારીને આપણ કદાચ ના
સમજાય. એમાં પણ જો કોઈ વ્યક્તિ પર શક જાય તો તેની અટકાયત તાત્કાલિક અસરથી જ કરી
લેવામાં આવે અને ત્યારબાદ કદાચ તેનો કોઈ પત્તો પણ ન લાગે. AI (Amnesty
International)ના દાવા પ્રમાણે સેંક્ડો
લોકોને કોઈપણ ચાર્જ કે ટ્રાયલ વિના કેદ કરી રખાયાં છે. AIના દાવા પ્રમાણે છેલ્લા
બે દાયકામાં 8000 થી 20000 લોકોની આવી રીતે અટકાયત કરવામાં આવી છે.
Photo courtesy: greaterkashmir,com |
કાશ્મિરમાં એક શબ્દ ખુબ પ્રખ્યાત છે, ‘Half Widow’ અડધી વિધવા. એવી સ્ત્રી કે જેનો પતિ ગુમ થયો છે અને તેના
અંગે કોઈ જ માહિતી નથી. આ સૌથી ખરાબ માનસિક હાલત ઊભી કરનારી પરિસ્થિતી છે. આવી
પરિસ્થિતીમાં તે બીજા લગ્ન પણ ના કરી શકે. તેના પતિની મિલકત પણ તેને વારસામાં ન
મળે. ઉપરાંત તેને કોઈ વિધવા તરીકે પણ સ્વીકારવા તૈયાર ન થાય. આવી જ સ્થિતીમાં જ
તેમણે જીવન પસાર કરવું પડે છે. ગુમ થયેલા લોકોના પરિવારો લાંબા સમયે હતાશા તથા
સાયકોલોજીકલ બીમારીના ભોગ બને છે.
બીજો એક શબ્દ છે ‘માસ ગ્રેવ્સ’ સામુહિલ કબરો, IPTKના અહેવાલ
પ્રમાણે 2003 થી 2009 વચ્ચે આવી 2700 કબરો મળી આવી હતી. આ એવી કબરો છે જેમાં
દફનાવાયેલા લોકો કોણ છે તેનો કોઈ પત્તો નથી હોતો. પોલીસ આવી કબરોને આતંકવાદીઓને
દફનાવ્યા હોવાનું જણાવે છે જ્યારે હ્યુમન રાઈટ્સ સંગઠનો આવી માસ ગ્રેવ્સને ગુમ
થયેલા લોકોને અહીં દફનાવાયેલા હોવાનું જણાવે છે. આવી દોઝખ ભરી પરિસ્થિતીમાં ધરતી
પરના સ્વર્ગમાં રહેનારા લોકો જીવે છે.
કાશ્મિરને
માત્ર બર્ફ, સ્વર્ગ, હિમાલય, વાદીઓ, લેક, શિકારા, પર્યટન વગેરે શબ્દોથી જોનારા
લોકોની આંખ ઉઘાડતી ફિલ્મ વિશાલ ભારદ્વાજે બનાવી છે. માત્ર બોલીવુડની રોમેન્ટીક ફિલ્મોમાં
ફિલ્મવાયેલું દ્રશ્ય જ કાશ્મિર નથી. તેને અેલગ નજરથી જોવાનો પ્રયાસ પણ કરવો પડે.
રૂટિન કરતાં જુદું ને વિચારવાલાયક લખ્યું છે. અભિનંદન.
ReplyDeleteઆઠેક વર્ષ પહેલાં નેપાળમાં એક અઠવાડિયું ’કાશ્મીર ટાઇમ્સ’ (અંગ્રેજી અખબાર)ના ક્રાઇમ રીપોર્ટર સાથે રહેવાની- વાતો કરવાની તક મળી હતી. તેમણે ફેક એન્કાઉન્ટર વિશે અને ભારતીય સૈન્યના જવાનો કેવી રીતે આડેધડ, ’ટાર્ગેટ’ પ્રમાણે અપહરણો અને એન્કાઉન્ટરો કરે છે એની વાત કરી હતી. એ ભાઇ હિંદુ હતા અને તેમને સૈદ્ધાંતિક સેક્યુલરિઝમની વાતમાં કશો રસ ન હતો, પણ ખુલ્લી આંખવાળા એક ક્રાઇમ રીપોર્ટર તરીકે તે જે જોતા આવ્યા છે, એનું બયાન તેમણે કર્યું હતું. તેમના કહેવા પ્રમાણે, ફક્ત મુસ્લિમોનાં જ નહીં, હિંદુઓ અને શીખોનાં પણ નકલી એન્કાઉન્ટર લશ્કર દ્વારા થાય છે.
અલબત્ત, ભારતીય લશ્કરનો આ એકમાત્ર ચહેરો નથી, પણ આ ચહેરાનો ઇન્કાર થઇ શકે એમ પણ નથી.
Thank you sir
Delete