કેટલાક એવા વિવાદાસ્પદ બનાવો અને નિર્દોષ લોકોના મોત,
પાકિસ્તાન, સ્વતંત્રતા માગતા જેહાદી સંગઠનો આ બધાને કારણે કાશ્મિરમાં ભારત વિરોધી
વલણ ફેલાયું.
કાશ્મિરમાં આર્મી તથા પેરામિલિટરી ફોર્સ સામે લોકોના વિરોધ
માટે દેખીતી રીતે બે કારણો જવાબદાર છે તેમાં પહેલું કારણ સતત અલગતાવાદી સંગઠનો
દ્વારા યુવાનોની ભારત વિરૂદ્ધ કરવામાં આવી રહેલી ઉશ્કેરણી અને બીજું આર્મી તથા
પેરામિલિટરી ફોર્સ દ્વારા AFSPA હેઠળ કરવામાં આવેલી વિવાદાસ્પદ કામગીરી છે. 1990 બાદ કાશ્મિરમાં કેટલીક એવી
ઘટનાઓ બની જેમાં કથિત રીતે લશ્કરી કાર્યવાહીમાં નિર્દોષ લોકોનાં મોત થયાં. રેપ અને
લોકો ગુમ થવાના બનાવો તથા ક્રકેડાઉન અને કર્ફ્યુને કારણે કાશ્મિરમાં સતત આર્મી
સામે રોષ વધતો ગયો. ઓછામાં પુરું આવી ઘટનાઓ અલગતાવાદી સંગઠનો માટે ફાયદારૂપ સાબિત
થઈ અને ભારત તથા ખાસ કરીને આર્મી સામે લોકોને ઉશ્કેરવા માટે આવા બનાવોનો ઉપયોગ
અલગતાવાદી સંગઠનો દ્વારા કરવામાં આવ્યો. બીજી તરફ AFSPA લાગુ હોવાથી આર્મીના જવાનો સામે તપાસ પણ થઈ શકે
નહીં. આવી બધી બાબતોને કારણે લોકો સતત આર્મી વિરોધી અને અંતે ભારત વિરોધી વલણમાં
ઘસડાતા ગયા.
આવા જ કેટલાક બનાવો જેના કારણે AFSPA અળખાણો બન્યો અને આર્મી સામે જમ્મુ-કાશ્મિરના
લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો.
1.
- ગાવાકાદલ હત્યાકાંડ, 20 જાન્યુઆરી 1990ના રોજ પ્રદર્શન કરી રહેલા ટોળાએ સીઆરપીએફના જવાનો સામે પથ્થરમારો કર્યો, જવાબમાં સીઆરપીએફના જવાનોએ ગોળીબાર કરતાં 35 લોકોનાં મોત થયાં, પાછળથી આ આંકડો વધીને 50 થયો. જો કે બચી ગયેલા લોકોના કહેવા પ્રમાણે કથિત રીતે આ આંકડો 280નો હતો.
- ઝકુરા, ટેંગપૂરા હત્યાકાંડ, કાશ્મિર વેલીમાં 1 માર્ચ, 1990ના રોજ યુ.એન. રિઝોલ્યૂશન અંતર્ગત કાશ્મિરના ભવિષ્ય અંગે સર્વમત્ત લેવાની માગણી સાથે પ્રદર્શન કરી રહેલા અને શ્રીનગર તરફ માર્ચ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર આર્મી દ્વારા થયેલા ગોળીબારમાં 47 લોકોના મોત થયાં.
- કુનાન પોશપોરાનો બનાવ, 23 ફેબ્રુઆરી 1923ના રોજ જમ્મુ-કાશ્મિરના કુપવારા
જિલ્લાના
www.swadeshnews.com
- લાલ ચોકનો બનાવ, આશરે 11:30 pm, 9 એપ્રિલ 1993ના રોજ BSF દ્વારા શ્રીનગરના લાલ ચોકમાં સનાતન ધર્મ સભા નામનો બેઝ ખાલી કરી દેવામાં આવ્યો. 10 એપ્રિલના રોજ સનાતન ધર્મ સભા કે બેઝ કેમ્પ હતો તેમાં આગ લાગી, આ આગ આજુબાજુના બિલ્ડિંગ્સમાં પણ ફેલાવાની શરૂઆત થઈ. BSFના જવાનો ત્યાં આવ્યાં અને કથિત રીતે પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળીબાર કર્યો, જેથી આગમાં ફસાયેલા લોકો બહાર ના નિકળી શકે, ઘણાં લોકોએ પાછળ આવેલી જેલમ નદીમાંથી થઈને ભાગવાનો પ્રયત્ન કર્યો, કથિત રીતે BSFના 20 થી 30 જવાનોએ શિકારામાં બેસીને ભાગવાનો પ્રયત્ન કરનાર લોકો પર ગોળીબાર કર્યો. આ બનાવમાં 59 ઘર, 190 નાની દુકાનો, 59 સ્ટોર્સ, 2 ઓફિસ બિલ્ડિંગ્સ, 5 કોમર્શિયલ બિલ્ડિગ્સ અને 2 સ્કુલો બળીને ખાખ થઈ ગઈ. જ્યારે અંદાજે 125 જેટલા લોકોનાં મોત થયાં.
- બીજબેહરા હત્યાકાંડ, 1993, ઓક્ટોબરમાં આતંકવાદીઓ બીજબેહરમાં આવેલી હજરતબાલ મસ્જિદમાં છુપાયેલા હોવાની માહિતી મળતાં આર્મીએ મસ્જિદને ઘેરી લીધી, મસ્જિદના ઘેરાવાના આઠમા દિવસે જામિયા મસ્જિદમાં 10000 જેટલા લોકો ભેગા થયાં અને શુક્રવારની નમાજ બાદ તેઓ શેરીઓમાં આઝાદીના સ્લોગન સાથે તથા હજરતબાલ મસ્જિદમાંથી આર્મીને હટી જવાની માગ સાથે પ્રદર્શન શરૂ કર્યા. જેમાં ટોળાને કાબુમાં લેવા માટે કરવામાં આવેલા ફાયરિંગમાં 51 લોકોના મોત થયાં.
- સોપોર હત્યાકાંડ, સોપોર બારામુલ્લા જિલ્લાનું મોટું ગામ છે અને વ્યાપારિક દ્રષ્ટિએ મહત્વનું છે. 6 જાન્યુઆરી, 1993ના રોજ JKLFના આતંકવાદીઓએ સોપોર નજીક આવેલા બાબા યુસુફ લેન પર ફરજ બજાવતા BSFના જવાનો પર હુમલો કર્યો જેમાં 1 જવાન શહિદ થયો. ત્યારબાદ કથિત રીતે આર્મીએ ત્યાંના લોકો પર ફાયરીંગ કર્યું અને ઘરોને સળગાવી નાખ્યાં. જેમાં કથિત રીતે 55 લોકોના મોત થયાં. ભારતીય સરકારના અધિકારીક રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 250 દુકાનો અને 50 ઘર સળગાવાયાં હતાં, જો કે કેટલાક લોકોનું કહેવું છે કે આ આંકડો 450 જેટલો હતો.
આ ઉપરાંત અન્ય બીજા બનાવો જેવા કે 2006માં દુધીપુરામાં
આતંકવાદીઓ સામેના ક્રોસ ફાયરીંગમાં 3 ક્રિકેટ રમતા છોકરાઓના મોત થયાં જેના કારણે
કાશ્મિરમાં મોટા પ્રમાણમાં પ્રદર્શનો થયાં, 2009 શોપીયન રેપ અને મર્ડર કેસ,
બારામુલ્લા કિલીંગ 2009, ખાઈગામ કિલીંગ 2009, રામબાન ફાયરીંગ વગેરે જેવી ઘટનાઓએ આર્મી
સામેની નફરતમાં વધારો કર્યો.
ઉપરાંત અલગતાવાદી સંગઠનોએ આવા બનાવો બાદ કાશ્મિરી યુવકોમાં
ભારત વિરૂદ્ધ ઝેર ફેલાવાનું શરૂ કર્યું, પાકિસ્તાને પણ લાગ જોઈને અલગતાવાદીઓને મદદ
કરવાનું શરૂ કર્યું. ઘણા પ્રદર્શનો તો અલગતાવાદી સંગઠનો પ્રેરીત હોવાનું પણ
કહેવામાં આવ્યું. આ બધી ઘટનાઓના કારણે કાશ્મિરની પ્રજામાં ભારતીય આર્મી અને AFSPA સામે વિરોધનો વંટોળ શરૂ થયો. આર્મી હટાવી લેવાની
માંગ સાથે ભારતથી આઝાદ થવા માટે સર્વમતની માગણીઓ શરૂ થઈ. પાકિસ્તાન અને ચીન સાથે
સરહદ મળતી હોવાના કારણે કાશ્મિરમાંથી સૈન્ય હટાવી શકાય તેવી કોઈ શક્યતા નથી.
ઉપરાંત વારંવારની માગ છતાં AFSPAને હટાવી લેવા તથા તેમાં ફેરફાર કરવા માટે કોઈ ચર્ચા વિચારણા સરકાર દ્વારા
કરવામાં આવી નથી. છાશવારે પાકિસ્તાન તરફથી સરહદ પારથી થતા ગોળીબારો અને અલગતાવાદીઓ
સ્પોન્સર્ડ પ્રદર્શનો તથા કર્ફ્યુને શાંતિ સમજીને જીવનારી પ્રજાની લાગણીઓ તથા દુ:ખનો અંદાજ કદાચ આપણા માટે મુશ્કેલ છે. આપણે
કાશ્મિર એટલે પર્યટન, શિકારા, જેલમ, દાલ લેક, બર્ફ અને હિમાલય આથી વધારે જાણવાની
તસ્દી લેતા નથી. ટ્રાફિક પોલીસ દ્વારા માગવામાં આવતા ડ્રાયવિંગ લાયસન્સ બતાવતી
વખતે પણ પાંચ વગદાર લોકોને ફોન કરીને રોફ જમાવનારા આપણને કદાચ આપણી હયાતી અને
નાગરીકત્વનો પૂરાવો ગણાતા ઓળખપત્ર લઈને સતત ફરવાનું નહીં સમજાય.